COVID-19 Lockdown E-Pass (Exemption Pass) મેળવવા માટેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ
કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન માં ગુજરાત રાજ્ય માં કેટલીક અપવાદ સેવાઓ ચાલુ રાખવા માં આવી છે જેના માટે ઈ -પાસ મેળવવા ફરજીયાત છે. આ ઈ -પાસ મેળવવાં માટે ઓનલાઇન અરજી કરવાની માહિતી નીચે આપવામાં આવી છે.
વધારે માહિતી માટે ગાયડ લાઈન વાંચો.
- સૌ પ્રથમ Digital Gujarat ની વેબસાઈટ પર જવા માટે ડિજિટલ ગુજરાત પર ક્લિક કરતા નીચે મુજબ ની સ્ક્રીન ખુલશે.
- હવે Covid- 19 પર કિલક કરતા નીચે મુજબ નું પેજ ખુલશે.
- COVID-19 Lockdown Exemption Pass for Movement within Gujarat ની સામે Apply Now પર કિલક કરો
- હવે નવા રજીસ્ટ્રેશન માટે New Registration પર કિલક કરો
- ઉપરોક્ત બટન પર કિલક કરતા એક રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે તેમાં રહેલ જરૂરી વિગતો જેવી કે તમારી જન્મ તારીખ , મોબાઈલ નંબર વગેરે ભરી એક પાસવર્ડ ક્રીએટ કરવાનો રહેશે પાસવર્ડ ઓછામાં ઓછો ૬ અંક નો આલ્ફા ન્યુમેરિક હોવો જોઈએ ત્યારબાદ સેવ બટન પર કિલ્ક કરવાનું રહેશે
- ત્યારબાદ તમારે તમારા લોગીન આઈડી (તમારો લોગીન આઈડી મોબાઈલ નંબર અથવા રજિસ્ટરેડ મોબાયલ નંબર) અને પાસવર્ડ નો ઉપયોગ કરી રજિસ્ટર્ડ યુઝર માં જાય ને લોગીન થવાનું રહેશે
- લોગીન થયા બાદ સૌ પ્રથમ Request a New Service નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- Continue Click કર્યા પછી ખુલતા ફોર્મ માં તમામ વિગતો ભરી સબમિટ કરો
Thank you so much brother
ReplyDelete